- મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર,વર્ગ-૩ની જગ્યાઓ સારૂ મહિલા ઉમેદવારો અરજી કરી શકશે નહીં.


Eligibility Criteria:
(i) સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો Multi-Purpose Health Worker basic course અથવા certificate Diploma course સફળતાપૂર્વક પાસ કર્યો હોય;
અથવા
(ii) સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી સેનિટરી ઇન્સ્પેક્ટરમાં ઓછામાં ઓછો એક વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોય;
અથવા
(iii) ઔદ્યોગિક તાલીમ સંસ્થા અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય કોઈપણ સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો Health Sanitary Inspector course પાસ કરેલ હોવો જોઈએ;
(c) ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ:
અને
(d) હિન્દી, ગુજરાતી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ.
Age Limit:
- તા.૧૫/૦૮/૨૦૨૬ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિં અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ;
- ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમો, ૧૯૬૭ ની જોગવાઈઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.
- અનામત વર્ગના પુરુષ ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

Exam Fee

- પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
- તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઇન માધ્યમથી જ ભરવાની થાય છે. ઉમેદવારોએ OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરી confirmation number મેળવ્યા બાદ, પરીક્ષા ફી છેલ્લી તા.૧૮/૦૮/૨૦૨૬ (૨૩:૫૯ કલાક) સુધીમાં ફરજિયાત ઓન–લાઇન ભરવાની રહેશે. ઓન–લાઇન માધ્યમથી ફી ભરવા માટે OJAS વેબસાઇટ પર Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર Click કરવાથી Online Payment માટેના Options દેખાશે. જેમાં Online Payment of Fees પર Click કરવું. જેમાં ડેબિટ કાર્ડ (Debit Card), ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking), UPI અથવા વોલેટ (Wallets) દ્વારા ભરવાની રહેશે. આ ચાર માધ્યમ પૈકીના કોઈ પણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રસીદ જનરેટ થશે, જેની પ્રિન્ટ મેળવી લેવાની સુચના મળશે. Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર Click કર્યા બાદ Online Payment Receipt પર કલીક કરવાથી પણ રસીદની પ્રિન્ટ મેળવી શકાશે. ઓનલાઇન માધ્યમથી ફી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી ઉપરાંત નિયમોનુસાર ટ્રાન્જેક્શન ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ બાદ ફી ભરવા માટેની લિન્ક આપોઆપ બંધ થઈ જશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે (લેઈટ ફી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.
- નોંધ: ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા ઈ–રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહિ અને જ્યાં સુધી ફી ભરાયેલ નહિ હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહિ.
- પરીક્ષા માટેની ફી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
- પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહીં.
- પરીક્ષા ફી નહીં ભરતા ઉમેદવારની અરજી માન્ય રહેશે નહીં તથા તે ઉમેદવારનું અરજીફોર્મ કોઈ પણ જાતની જાણ કર્યા વગર મંડળ દ્વારા ‘રદ’ કરવામાં આવશે.
- મંડળ દ્વારા અરજી રદ થવાના કિસ્સામાં પણ ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ પરીક્ષા ફી પરત મળવા પાત્ર (રિફંડ) રહેશે નહીં.
- આ સંવર્ગના ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઓનલાઈન અરજી ભરવા તેમજ ફી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળની કચેરીના ફોન નંબર: ૦૭૯– ૨૩૨૫૮૯૧૬ પર સંપર્ક કરી શકાશે.
Exam Pattern:
- પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR (Computer Based Respose Test/ Optical Mark Recognisation) પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા: Part-A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે. (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે).

- નોંધ : અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.
- Part-A માં કુલ ૯૦ પ્રશ્નો અને Part-B માં કુલ ૧૨૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવશે.
- Part-A અને Part-B બંને માટે સંયુક્ત રીતે કુલ ૩ કલાક (૧૮૦ મિનિટ) નો સમય મળવાપાત્ર થશે.
- M.C.Q. પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના ૧/૪ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટીવ માર્કીંગ પદ્ધતિ અપનાવવામાં આવશે.
- પરીક્ષા પૂર્ણ થયેથી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી સંબંધે ઉમેદવાર દ્વારા મળેલ વાંધાસૂચનો ધ્યાને લઈ ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે.
- ફાઈનલ આન્સર કી માં કોઈ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના ગુણની બાકી રહેલ પ્રશ્નના ગુણભારમાં પ્રો–રેટા (Pro-Rata) મુજબ ગણતરી કરવામાં આવશે.
- ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો–રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે, ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો–રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના ૧/૪ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે.
- સદર સંવર્ગનો અભ્યાસક્રમ આ સાથે સામેલ રાખેલ છે, જે સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવાનો રહેશે.(Annexure-I)
Result announcement:
- સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ તથા ૧૬/૧૨/૨૦૨૫ ના ઠરાવ અનુસાર Part-A અને Part-B નું સ્વતંત્ર (અલાયદું) ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) રહેશે.
- સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ અને તા.૧૬/૧૨/૨૦૨૫ના ઠરાવ તથા સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ પત્રની જોગવાઈઓ અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાના Part-A માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ૪૦% અને Part-B માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ૪૦% રાખવામાં આવેલ છે. તેમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં રહેશે નહીં.
- ત્યારબાદ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોનું પ્રોવિઝનલ પરિણામ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.